SAGBARA

ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમની સરાહનીય કામગીરી, વરસાદ વચ્ચે દર્દીને ઝોલીમાં લઈ જઈ બચાવ્યો જીવ,

 

 

ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમની સરાહનીય કામગીરી, વરસાદ વચ્ચે દર્દીને ઝોલીમાં લઈ જઈ બચાવ્યો જીવ,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદ અને કાદવભર્યા માર્ગોને કારણે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ સુધી પહોંચી શકી નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત અને ફરજનિષ્ઠા દાખવી દર્દીને ઝોલીમાં બેસાડી પગપાળા મુશ્કેલ રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.

ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાભર્યા અભિગમને કારણે બંને કર્મચારીઓની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

108 ટીમની આ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ કોઈપણ પરિસ્થિતિમાં લોકોના જીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.

Back to top button
error: Content is protected !!