DAHODDAHOD CITY / TALUKO
દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ

તા.૨૬.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ 
ચૈતર વસાવા ઉપર ખોટા કેસો કરી હેરાનગતિ કરવાનો ભાજપ સરકાર ઉપર આદિવાસી સમાજના આગેવાનોએ લગાવ્યો આરોપ ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી યોજાઈ હજારો લોકોની પદયાત્રા ચૈતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે સરકાર સામે ઉગ્ર વિરોધ ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજનું રાજ્યવ્યાપી જેલ ભરો આંદોલન ચીમકી ઉચ્ચારી ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મળી ચાર રાજ્યોના આદિવાસી અને ઓબીસી સમાજના આગેવાનો લડતમાં જોડાશે શાંતિપૂર્ણ માર્ગે લોકશાહી ઢબે પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરી આગામી દિવસોમા આંદોલન વધુ ઉગ્ર બનાવવાની આદિવાસી આગેવાનો દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપી





