BANASKANTHALAKHANI

લાખણી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની કારોબારી મીટીંગ યોજાઈ

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના લાખણી તાલુકા દ્વારા લાખણી ની સદારામ છાત્રાલય ખાતે કારોબારી મિટિંગ યોજાઈ જોકે અનેકવિધ મુદાઓ સાથે ચર્ચા વિચારણા કરવા મા આવી આ બેઠક મા શૈક્ષણિક ઉપર પુરોપુરો ભાર મુકવામાં આવ્યો સાથે ઠાકોર સમાજ ને શૈક્ષણિક અને ધંધાકીય રીતે કઈ રિતે આગળ આવી શકાય એના વિશે ચર્ચાઓ કરવા મા આવી ગામે ગામ યુવાનો ને ખાસ શિક્ષણ પાછળ વધારે સમય આપવા સમજાવવા મા આવ્યું હતુ સમાજ બંધારણ અમલ મા છે એનો પુરેપુરો અમલ થાય અને સમાજ ને એકતા ની ભાવના જળવાઈ રહે તેના માટે ખાસ ભાર મુકવા મા આવ્યો હતો લાખણી તાલુકા ઠાકોર સમાજ નુ સદારામ છાત્રાલય નુ કામ ચાલી રહ્યું છે એને ઝડપી પુરૂં કરી આવનાર સમય ને ધ્યાનમાં રાખી સ્કુલ અને લાઈબ્રેરી ચાલું કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંતે લાખણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લાખણી તાલુકા ઠાકોર સમાજ ના વિધાર્થી ઓ નો સત્કાર સમારંભ નુ  ટુક સમય મા આયોજન કરી વિધાર્થીઓ ને સન્માનિત કરવા આવશે મિટિંગ મા ઉપસ્થિત લાખણી તાલુકા પંચાયત પ્રમુખ પારજીભાઈ ઠાકોર વાવ થરાદ જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ધુખાજી ઠાકોર અસાસણ તાલુકા પંચાયત ડેલીકેટ કલ્પેશભાઈ ઠાકોર લાખણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અને ડેરા ના યુવાન સંરપંચ પ્રકાશભાઈ ઠાકોર મડાલ સંરપંચ ભરતભાઈ ઠાકોર ડેકા સંરપંચ પ્રવિણભાઇ ઠાકોર ભાકડીયાલ સંરપંચ ઉમેદજી ઠાકોર સદારામ છાત્રાલય મંત્રી સવજીભાઈ ઠાકોર પ્રતાપજી ઠાકોર અસાસણ બી‌.કે‌.ઠાકોર આર કે ચાવડા અસાસણ સહિત ઠાકોર સેના ના હોદેદારો લાખણી સીટી ટીમ ના હોદેદારો સહિત આજુબાજુના વિસ્તારમાં થી ઉપસ્થિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!