KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના અડાદરા ગામે આઈ.ટી.આઈ. પાછળ જુગાર રમતા ૪ ઇસમો મુદ્દામાલ સાથે વેજલપુર પોલીસનાં સકંજામાં.

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં આવેલ અડાદરા ગામે વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાતમીના આધારે રેઇડ પાડીને ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મળતી માહિતી મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તથા અન્ય પોલીસ સ્ટાફ અદાદરા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભીલોડ વડ પાસે આવતા જ ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે, અડાદરા ગામે આઈ.ટી.આઈ. (ITI) પાછળ આવેલ ઝાડી-ઝાંખરાવાળા ખેતરોમાં કેટલાંક ઇસમો ભેગા મળીને જાહેરમાં પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક બે પંચોના માણસોને સાથે રાખી ઘટનાસ્થળે રેઇડ કરી હતી. પોલીસને જોતાં જ જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલાક ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા, જ્યારે પોલીસે પીછો કરીને ૪ ઇસમોને કોર્ડન કરી ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપી ઓના નામ:1. અતુલભાઈ કિરણસિંહ જાદવ (ઉ.વ.૨૭, રહે. અદાદરા, વચલોભાગ ફળીયું)2. મહેન્દ્રકુમાર પંકજસિંહ જાદવ (ઉ.વ.૩૨, રહે. અદાદરા, ડુંગર ફળીયું)3. પ્રવિણસિંહ ગોવિંદસિંહ જાદવ (ઉ.વ.૨૨, રહે. અદાદરા, વડવાળુ ફળીયું)4. રાજકુમાર પ્રવિણભાઈ સીકલીગર (ઉ.વ.૨૬, રહે. અદાદરા, બારીઆ રોડ ખોડીયાર મંદિર પાસે)કુલ રૂ. ૧,૩૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસે પકડાયેલા ચારેય ઇસમોની તપાસ અને જુગારની જગ્યાએથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો દાવ ઉપરથી મળેલ રોકડા: રૂ. ૨૧૦/-આરોપીઓની અંગઝડતીમાંથી મળેલ રોકડા: રૂ. ૧,૧૫૦/-જુગારના સાહિત્ય: પત્તા-પાના નંગ-૫૨ કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૧,૩૬૦/- કબજે કરી વેજલપુર પોલીસે પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!