ANANDANAND CITY / TALUKO

રિક્ષામાં ભૂલાયેલી ₹28 હજારની ચાંદીની જ્વેલરી અને ટ્રાવેલ્સ બેગ આણંદ પોલીસે કલાકોમાં શોધી પરત કરી

રિક્ષામાં ભૂલાયેલી ₹28 હજારની ચાંદીની જ્વેલરી અને ટ્રાવેલ્સ બેગ આણંદ પોલીસે કલાકોમાં શોધી પરત કરી

તાહિર મેમણ – આણંદ – 28/07/2026 – આણંદ, તા. 28 જૂન

આણંદ જિલ્લા પોલીસના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સતર્ક કામગીરીના કારણે રિક્ષામાં ભૂલાઈ ગયેલી અંદાજે ₹28 હજારની ચાંદીની જ્વેલરી તથા કપડાં ભરેલી ટ્રાવેલ્સ બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માલિકને પરત આપવામાં આવી હતી. પોલીસે આ કામગીરી “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કરી હતી. �

 

મળતી માહિતી મુજબ, દમણના નીલકમલ વિસ્તારના રહેવાસી મેહાબેન શૈલેષભાઈ પ્રજાપતિ તા. 28 જૂનના રોજ સવારે અંદાજે 9:45 વાગ્યે વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાંથી રિક્ષામાં બેસી આણંદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની ટ્રાવેલ્સ બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. બેગમાં ચાંદીનું કડું, ડોકિયું, વીંટી, કડી તથા કપડાં સહિત કુલ અંદાજે ₹28 હજારની કિંમતનો સામાન હતો. �

 

બેગ ગુમ થતાં મેહાબેને તાત્કાલિક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, આણંદનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા વિવિધ સ્થળોના CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી સંબંધિત રિક્ષાની ઓળખ કરી ગણતરીના કલાકોમાં રિક્ષા ચાલક સુધી પહોંચી ટ્રાવેલ્સ બેગ અને તેમાં રહેલો તમામ સામાન સુરક્ષિત રીતે રિકવર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા અરજદારને તેમની ચાંદીની જ્વેલરી અને ટ્રાવેલ્સ બેગ પરત સોંપવામાં આવી હતી. પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળતા મેહાબેને આણંદ જિલ્લા પોલીસ, જિલ્લા પોલીસ વડા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં PSI આર. એમ. ચૌહાણ, ASI ભાવનાબેન ભગવાનસિંહ, પો.કો. હર્ષદભાઈ નટુભાઈ, વુ. પો.કો. ભાવનાબેન મહાદેવભાઈ તથા જુનિયર એન્જિનિયર યતિનકુમાર મકવાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Back to top button
error: Content is protected !!