DAHODDAHOD CITY / TALUKO

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો દાહોદ તાલુકાના ચોસાલાથી ભવ્ય પ્રારંભ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવાયા

તા.૨૮.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬નો દાહોદ તાલુકાના ચોસાલાથી ભવ્ય પ્રારંભ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવાયા

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬ અંતર્ગત આજે દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે દાહોદના માનનીય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનને પ્રારંભ કરાવવામાં આવ્યો.આ અભિયાનનો મુખ્ય હેતુ ૦ થી ૫ વર્ષના દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચે અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો બુથો તેમજ વિવિધ સ્થળોએ વિશેષ આયોજન કરી બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવ્યા.આ પ્રસંગે ધારાસભ્યએ તમામ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ જ્યોતિકાબેન સંદીપભાઈ કિશોરી. તાલુકા સભ્ય નીલમબેન કલ્પેશભાઈ કિશોરી ,તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો.ભગીરથ બામણીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસલા ના મેડિકલ ઓફિસર ર્ડો.હિરલ દેસાઈ તથા આરોગ્ય કર્મચારીઓ આશા કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા સહયોગ આપ્યો.

Back to top button
error: Content is protected !!