KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના સગનપુરા-અલાલી રોડ પર અકસ્માતે ગૌતસ્કરીનો ભાંડો ફૂટ્યો: ઝાડ સાથે ગાડી અથડાતા બે ગાયો મળી,ચાલક ફરાર.

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશ તસ્કરી અને પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાલોલ તાલુકાના અલાલી ગામ પાસે એક ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત થતાં, તેમાંથી ગેરકાયદેસર અને નિર્દયતાપૂર્વક બાંધેલી ૨ ગાયો મળી આવી છે. અકસ્માત બાદ ગાડીનો ચાલક વાહન અને અન્ય સામાન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે કુલ ₹૨,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ફરિયાદ અનુસાર, ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૨:૩૦ વાગ્યાની આસપાસ સગનપુરાથી અલાલી ગામ તરફ જતા રોડ પર પાણીની ટાંકી પાસે એક સફેદ કલરની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી (નંબર: GJ-17-AH-6543) ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના કારણે ગાડીના બોનેટ, કાચ અને નંબર પ્લેટને ભારે નુકસાન થયું હતું.જ્યાં સ્થાનિક સામાજિક આગેવાન અને ખેડૂત કિરણસિંહ રતનસિંહ પરમારને ગામના અન્ય યુવકે જાણ કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ગામલોકો એકઠા થયેલા હતા. મોબાઈલની બેટરીના અજવાળે જોતાં ગાડીની પાછળની સીટ હટાવીને, ઘાસચારા કે પાણીની કોઈ પણ સગવડ વગર, ટૂંકા દોરડા વડે ૨ લાલ કલરની ગાયોને અત્યંત દયનીય અને ક્રૂર હાલતમાં બાંધી રાખવામાં આવી હતી. ગામલોકોએ તત્પરતા દાખવીને દોરડા કાપી ગાયોને સુરક્ષિત બહાર કાઢી હતી અને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.રાત્રે આશરે ૦૩:૦૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એલ.એફ. કટારા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા ડ્રાઈવર સીટ પાસેથી એક વીવો કંપનીનો કેસરી કલરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેના કવરમાંથી બાંડી યુનુસ સિકંદર (રહે. વેજલપુર, કાલોલ) ના નામનું આધાર કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત, ગાડીના ડ્રોવરમાંથી આર.સી. બુક અને વીમાની ઝેરોક્ષ મળી આવી હતી, જેમાં ગાડીના માલિક તરીકે મામની ઇનાયત એહમદ રમજાની (રહે. ગોધરા મુસ્લિમ સોસાયટી, ગોધરા) નું નામ સામે આવ્યું છે.કુલ ₹૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી: કિંમત ₹૨,૦૦,૦૦૦/- ૦૨ નંગ લાલ ગાયો: કિંમત ₹૩૦,૦૦૦/- (જેને સુરક્ષિત રીતે પરવડી પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ છે),વીવો મોબાઈલ ફોન: કિંમત ₹૧૦,૦૦૦/-,આધાર કાર્ડ, આર.સી. બુકની ઝેરોક્ષ અને દોરડા.કાયદેસરની કાર્યવાહી વેજલપુર પોલીસે કિરણસિંહ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ગાડી ચાલક તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૭૩ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ (કલમ 11(1)(d), (e), (f)) અને જી.પી.એક્ટની કલમ ૧૧૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની આગળની તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એફ કટારા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!