તાબદા ગામ બાદ ફરી ડેડીયાપાડા ટાઉનમાં LCB ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો,

તાબદા ગામ બાદ ફરી ડેડીયાપાડા ટાઉનમાં LCB ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરીને લઈને ફરી એક વખત મોટી કાર્યવાહી સામે આવી છે. ડેડીયાપાડા પોલીસે તાજેતરમાં તાબદા ગામની સીમમાંથી આશરે 80 જેટલી પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ થોડા જ કલાકોમાં નર્મદા LCBની ટીમે ડેડીયાપાડા ટાઉન વિસ્તારમાં દરોડો પાડી 50થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીમાં મુખ્ય આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક જ દિવસમાં ડેડીયાપાડા વિસ્તારમાં વિદેશી દારૂના બે મોટા જથ્થા ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
આ સતત થઈ રહેલી કાર્યવાહી બાદ સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. શું દારૂની હેરાફેરીનું નેટવર્ક વધુ સક્રિય બન્યું છે? શું સ્થાનિક તંત્રને અગાઉથી આ અંગે કોઈ માહિતી હતી? તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સ્થાનિક સ્તરે દેખરેખ કેટલી અસરકારક છે તે મુદ્દે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ સાથે દારૂના જથ્થાના સ્ત્રોત અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.



