MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપર ખેડૂત આંદોલન વધુ તેજ: અશ્વસવારોની ભવ્ય રેલી અને કલર એસોસિએશનના સમર્થનથી માહોલ ગરમાયો

 

MORBI:મોરબીના જેતપર ખેડૂત આંદોલન વધુ તેજ: અશ્વસવારોની ભવ્ય રેલી અને કલર એસોસિએશનના સમર્થનથી માહોલ ગરમાયો

 

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ચારેય તરફથી વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. આજે આ આંદોલનમાં એક અનોખો અને ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો, જેમાં ખેડૂતોના સમર્થનમાં અશ્વસવારો અને વેપારી સંગઠનો પણ મેદાને આવ્યા છે.

આંદોલનને અનોખું સમર્થન આપવા માટે મોરબી જિલ્લાના વિવિધ ગામોમાંથી અશ્વસવારો સાપર ગામે એકત્રિત થયા હતા. સાપર ગામેથી ૨૦ જેટલા અશ્વો સાથે અશ્વસવારોનો એક ભવ્ય કાફલો જેતપર તરફ રવાના થયો છે. આ અશ્વ રેલી આંદોલન સ્થળે પહોંચતા જ આંદોલનનો માહોલ વધુ જોશભેર બનશે.

 

ખેડૂતોની પડખે માત્ર અન્ય ખેડૂતો જ નહીં, પરંતુ વેપારી મંડળો પણ આવી ગયા છે. મોરબી કલર એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં એક ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર રેલી યોજીને એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જેતપર પહોંચ્યા છે અને ખેડૂતોની માંગણીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

વધતું જનસમર્થન: જેતપર ખાતે ચાલી રહેલા આ ખેડૂત આંદોલનને મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી વિવિધ સંગઠનો અને ખેડૂતોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે, જેને કારણે આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!