MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જેતપરના ખેડૂત આંદોલનને  ઉમિયા સિનિયર સિટીઝન કલબનો સંપૂર્ણ ટેકો, 90 વડીલોએ મુલાકાત લીધી

 

MORBI:મોરબી જેતપરના ખેડૂત આંદોલનને  ઉમિયા સિનિયર સિટીઝન કલબનો સંપૂર્ણ ટેકો, 90 વડીલોએ મુલાકાત લીધી

 

 

અદાણી વીજ ટાવરના યોગ્ય વળતર સહિતની વિવિધ માંગણીઓને લઈને મોરબીના જેતપર ગામે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોનું ઉગ્ર આંદોલન અને ઉપવાસ છાવણી ચાલી રહી છે. આ આંદોલનને હવે સમાજના દરેક વર્ગનો મજબૂત સહકાર મળી રહ્યો છે, જેના ભાગરૂપે આજે શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ, મોરબી દ્વારા ખેડૂતોની લડતને સંપૂર્ણ અને સત્તાવાર ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીથી મોટી સંખ્યામાં વડીલો જેતપર પહોંચ્યા

ખેડૂતોના આ ન્યાયિક આંદોલનને બળ પૂરું પાડવા માટે આજે સવારે શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીના સભ્યો મોટી સંખ્યામાં જેતપર જવા રવાના થયા હતા. કલબના આશરે 90 જેટલા વડીલો અને અગ્રણીઓ એક ખાનગી બસ અને 6 ગાડીઓના કાફલા સાથે જેતપર ગામે ચાલી રહેલી ઉપવાસ છાવણીએ પહોંચ્યા હતા.

ઉપવાસીઓની તબિયત પૂછી, 6 માંગણીઓ વહેલી તકે સંતોષવા માંગ કરી

જેતપર ખાતે આંદોલન સ્થળની મુલાકાત લઈને સિનિયર સિટીઝન કલબના હોદ્દેદારોએ ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓની તબિયત અંગે પૃચ્છા કરી હતી અને તેમના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી હતી. કલબના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જે મુખ્ય 6 વ્યાજબી માંગણીઓ છે તે સરકાર અને તંત્ર દ્વારા વહેલી તકે સંતોષવામાં આવે તે જરૂરી છે. ખેડૂતોને તેમની જમીનમાં નખાતા અદાણી વીજ ટાવરનું યોગ્ય અને પૂરતું વળતર મળવું જ જોઈએ.”ખેડૂત એ જગતનો તાત છે, અને જ્યારે પોતાના હક માટે વડીલો અને ખેડૂતોને ઉપવાસ પર બેસવું પડે ત્યારે સમાજ મૂકપ્રેક્ષક ન રહી શકે. શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ ખેડૂતોની પડખે ઊભી છે.”— કલબના પ્રતિનિધિ આ મુલાકાતથી આંદોલન કરી રહેલા સ્થાનિક ખેડૂતોનો ઉત્સાહ બમણો થયો છે અને મોરબીના વડીલોના આ સહયોગને ખેડૂત સંગઠનોએ હૃદયપૂર્વક બિરદાવ્યો છે

Back to top button
error: Content is protected !!