SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં ચાલતા રોડ રસ્તાના કામોની સમીક્ષા કરવા માટે ખુદ મેયર રોડ ઉપર ઉતર્યા.

તા.01/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં મહાનગર પાલિકા બને ત્યારબાદ હવે રોડ રસ્તાના નવીનીકરણના કામ અને રોડ રસ્તાના સમારકામો હાથ ધરવામાં આવ્યા છે અને અલગ અલગ એજન્સીઓને આ કામગીરી આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય રિવરફ્રન્ટ છે તે અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયતથી લઇ અને એમ.પી. શાહ સાયન્સ કોલેજ સુધી બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ કામગીરી ઉપરાંત અન્ય રોડ રસ્તાના કામો પણ શહેરી વિસ્તારમાં એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચાલતા કામો નબળી ગુણવત્તાના થતા હોવાની ફરિયાદો મેયરને કરવામાં આવી હતી આ આધારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાકેશ રાઠોડ અને તેની સાથે મહાનગર પાલિકાની એન્જિનિયરોની ટીમો સાથે રાખી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટરોને બોલાવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને રોડ રસ્તા ના કામો જે ચાલી રહ્યા છે તેમાં ફરજિયાત ગુણવત્તા જળવાઈ રહે તે પ્રકારના આદેશ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચોમાસાના વરસાદ પહેલા તમામ રોડ રસ્તાના કામો પૂરા કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી રિવરફ્રન્ટ ઉપર પાણી ભરાવવાની સમસ્યા છે ત્યારે આ સમસ્યા ચાલુ ચોમાસામાં ન સર્જાય તેની તકેદારી રાખી અને તે પ્રકારનો સ્ટ્રક્ચર ઊભો કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી હતી ત્યારે આ સંદર્ભે મહાનગર પાલિકાના એન્જિનિયર કલ્પેશ ચૌહાણને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને તેમને પણ જરૂરી સૂચનો મેયર દ્વારા કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!