DASADASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જૈનાબાદ હાઇવે પર ખેડૂતો દ્વારા કરાયો ચક્કાજામ, ખેતરમાં દાદાગીરીથી વીજપોલ ઉભા કરવામાં મુદ્દે ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા.

તા.01/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મોરબી અને સાણંદમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પૂરતું વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું અને ખેડૂતોના ખેતરોમાં બેફામ રીતે ખોદકામ કરી અને દાદાગીરી પૂર્વક આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેને લઇને ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠવા પામ્યો છે ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના જેનાબાદ બહુચરાજી હાઇવે ખેડૂતો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો હતો ત્યારે આ અંગે કોંગ્રેસ દ્વારા પણ ખેડૂતોને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે કિસાન કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરી અને જૈનાબાદ બહુચરાજી હાઇવે ઉપર ખેડૂતો બેસી ગયા હતા તેની સાથે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ બેસી ગયા હતા પૂરતું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતો સાથે થતી દમનગીરી બંધ કરી અને કોરીડોરમાં રહે કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ અંગે હાઇવે ચક્કાજામ કરી અને હાઇવે ઉપર પણ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી આ મુદ્દે દસાડા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો ને કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી લેવામાં આવી હતી આ ઉપરાંત ખેડૂતોની પણ અટકાયત કરી લે અને દસાડા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ રાખવામાં આવ્યા હતા વીજપોલ ઉભા કરવા મુદ્દે હવે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ આકરા પાણીએ છે ત્યારે હવે વીજ પોલ ઉભા કરવામાં જે દાદાગીરીઓ ચાલી રહી છે તેની સામે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે.

Back to top button
error: Content is protected !!