MEHSANAVIJAPUR

વિજાપુર ટીબી રોડ પર આવેલી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં 32મી બેચનો પ્રવેશોત્સવ યોજાયો

વિજાપુર ટીબી રોડ પર આવેલી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં 32મી બેચનો પ્રવેશોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરના ટીબી રોડ પર આવેલી શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ગુરુવારના રોજ 32મી બેચના વિદ્યાર્થીનીઓને આવકારવા ઉત્સાહભર્યો પ્રવેશોત્સવ યોજાયો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓમાં ખાસ ઉત્સુકતા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.પ્રવેશોત્સવના મંગળ પ્રસંગે ટ્રસ્ટી બી. કે. પટેલ, ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પટેલ તથા ટ્રસ્ટી રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત અને મા સરસ્વતી સમક્ષ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
સંસ્થાના વડા અને આચાર્ય ડો. સુરેશભાઈ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપી નવી વિદ્યાર્થીનીઓને અભ્યાસ સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપી હતી. મહેમાનો દ્વારા પણ વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રસંગે વિદ્યાર્થીનીઓને ચોકલેટ આપી તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગમાં વિષય અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા સિનિયર પ્રાધ્યાપક પી. એમ. પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન ડો. જિગ્ના વોહરાએ સંભાળ્યું હતું, જ્યારે અંતે ડો. જાગૃતિબેન પટેલે આભારવિધિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં પ્રાધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!