BANASKANTHAPALANPUR
જગાણા બનાસબેક દ્વારા સહકાર સપ્તાહ નિમિત્તે વૃક્ષારોપણ,અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયા

2 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા ખાતે સહકાર સપ્તાહની ઉજવણી નિમિત્તે બનાસબેકના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમાં બનાસબેકના મનેજરશ્રી સુરેશભાઈ પટેલ, હિનાબેન ચૌધરી, ભાવનાબેન ચૌધરી, કરણસિહ સોલંકીના પ્રયત્નો થકી અનેક પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને સ્વચ્છતા અભિયાનમાં કર્મચારીઓના હાથે સુંદર સફાઈ કરવામાં આવી હતી જગાણા બનાસબેકના તમામ કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી આ કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી આ જગાણા બેન્ક અવનવી પ્રવૃત્તિઓ હરહંમેશ કરતી હોય છે આમ સહકાર સપ્તાહની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ ” એક પેડ મા કે નામ ” અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો જગાણા બેન્ક દ્વારા કરવામાં આવ્યા હતા.






