સુરેન્દ્રનગર સાયબર પોલીસ ટીમે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ નાણાં અને મોબાઇલ સહીતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો.

તા.02/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ રાજકોટ વિભાગ તથા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબની સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેદીકા બિહાની સાહેબ સુરેન્દ્રનગર ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લામાંથી સાયબર ફ્રોડથી ગુમાવેલ નાણા તથા ચોરી/ગુમ થયેલ મોબાઇલ તથા ગુન્હાના કામે રિકવર કરવામા આવેલ મુદામાલ મુળ માલીકોને પરત અપાવવા સુચના કરેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજા સાહેબ તથા સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.સંગાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમના ઇન્ચાર્જ H.C કિશનભાઇ તથા UPC રાજેશભાઇ તથા UPC રૂપાબેન તથા APC મોહસીન APC નિલેશભાઇ APC જાગૃતિબા સહિત સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ અરજદારઓને સાયબર ફ્રોડથી ગુમાવેલ નાણા લાભાર્થીની સંખ્યા 38 કિ.રૂ.8,85,818 તેમજ ગુમ થયેલ મોબાઇલના અરજદાર 48 કિ.રૂ.6,39,393 તથા ગુન્હા નંબર ૫૬૮/૨૦૨૬ ના કામે 23 તોલા સોના ચાંદીના દાગીના રૂ.8,36,157 તથા રૂ.1,00,000 રોકડા એમ કુલ મળીને રૂ.28,59,438 નો મુદ્દામાલ પરત અપાવામા આવેલ છે.



