KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસે તાલુકા આયુષ ડોક્ટર એસોસિએશન દ્વારા નવનિયુક્ત ભાજપ હોદ્દેદારો ડૉ.પંડ્યા અને ડૉ.પરમારનું સન્માન.

 

તારીખ ૦૨/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ ૧ જુલાઈ એટલે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખ્યાત ચિકિત્સક ડૉ. બિધાનચંદ્ર રોયની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ડૉક્ટર દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકા આયુષ ડૉક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપમાં ડૉ. યોગેશ પંડ્યાની જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે અને ડૉ. સુનિલ પરમારની એસ.સી. મોરચા ખજાનચી તરીકે નિમણૂંક થતા બંનેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી કાલોલના ચેરમેન સતીષભાઈ શાહ, બાયો મેડિકલ વેસ્ટના મૂકેશભાઈ તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા પણ ડૉક્ટરોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને એસોસિએશનના પ્રમુખ ડૉ. કિરણ પરમાર, રેડ ક્રોસ સોસાયટી કાલોલના સેક્રેટરી અને એસોસિએશનના ખજાનચી ડૉ. પ્રકાશભાઈ ઠક્કર, ડૉ. દિનેશભાઈ પંડ્યા, લેબ એસોસિએશનના પદાધિકારીઓ સહિત અનેક ડૉક્ટરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!