BHUJGUJARATKUTCH

મનફરા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજાની વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા-૦૩ જૂલાઇ : તા. 30/06/2026ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા આરોગ્ય ખાતા માં 30 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને સમર્પિત ભાવથી સેવા આપનાર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની વયનિવૃત્તિ નિમિત્તે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો.કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દર્શન પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. કચ્છ જિલ્લા ના મોદી વિચાર મંચ ના પ્રમુખ શૈલેન્દ્ર સિંહ જાડેજા, શ્રી મનસુખ મારાજ, સરપંચ હમીરભાઇ પરમાર , તાલુકા પંચાયત દંડક ભરતભાઈ કોલી , ગામ ના વેપારી આગેવાનો તથા તાલુકા હેલ્થ સુપરવાઈજર સૂર્યકાંત પરીખ , ઉમંગભાઈ , દિશાબેન, કૌશિકભાઈ , સુનિલભાઈ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ સેવાકાળ દરમિયાન આપેલી નિષ્ઠાવાન, સેવાભાવી અને જવાબદારીપૂર્ણ કામગીરીને બિરદાવી તેમના સ્વસ્થ, સુખમય અને દીર્ઘ આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સાથે લેબ ટેક્નિશિયન પ્રિયંકાબેન કુંડરીયા ની જિલ્લા બદલી થતા સન્માન સહ વિદાય આપવામાં આવેલ.વિદાય સમારંભ દરમિયાન શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના સેવાકાળના અનુભવો વ્યક્ત કરી તમામ સહકર્મચારીઓ અને અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમ નું સંચાલન દીપકભાઈ દરજી એ કરેલ, કાર્યક્રમ ને સફળ બનાવવા મીનાક્ષીબેન સોલંકી, ધવલભાઈ, તથા મનફરા આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફે જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમ લાગણીસભર અને સ્નેહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!