ARAVALLIMODASA

મોડાસા – પોલીસ જિપમાં રિલ બનાવવાનો વીડિયો વાયરલ, પ્રોહીબિશનના 3 આરોપીઓ એજ વિડિઓ બનાવ્યો..! હાલ સમગ્ર ઘટના ને લઈ તપાસ શરૂ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – પોલીસ જિપમાં રિલ બનાવવાનો વીડિયો વાયરલ, પ્રોહીબિશનના 3 આરોપીઓ એજ વિડિઓ બનાવ્યો..! હાલ સમગ્ર ઘટના ને લઈ તપાસ શરૂ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક રિલને લઈને ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ મોડાસા ટાઉન વિસ્તારમાંથી પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ યુવકોએ પોલીસની જ જિપમાં બેઠા બેઠા રિલ બનાવી હતી. આ ઘટના સામે આવતાં પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકોએ પોલીસ જિપમાં બેઠા બેઠા વીડિયો બનાવ્યો હતો, જેમાં અભદ્ર ઈશારા કરવામાં આવ્યા હોવાનું તેમજ વીડિયોમાં તદ્દન અભદ્ર ભાષા અને ગાળોથી ભરેલો ઓડિયો પણ ઉમેરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રિલ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા બાદ થોડી જ મિનિટોમાં ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ તે પહેલાં જ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આગની જેમ વાયરલ થઈ ગયો હતો.આ ઘટનાએ પોલીસની પ્રતિષ્ઠાને અસર પહોંચાડી હોવાની ચર્ચા શરૂ થઈ છે. પોલીસની હાજરીમાં અથવા પોલીસ વાહનમાં આવી રીતે વીડિયો કેવી રીતે બનાવાયો તે મુદ્દે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રિલ બનાવનાર મોડાસા નજીકના એક ગામના ત્રણ યુવકોને પોલીસે બોલાવી તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ સમગ્ર મામલે અરવલ્લી પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના બેફામ ઉપયોગ અને કાયદાનો ડર ન રાખતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. જો કે, વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓ અને ઘટનાક્રમ અંગેની તમામ વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

Back to top button
error: Content is protected !!