CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનમા સંડોવાયેલા 26 ઈસમોને 4 જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યાં.

તા.05/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓ દ્વારા કોલસા, સફેદ માટી સહિતના ખનિજનું બિનકાયદેસર તથા બિનવૈજ્ઞાનિક ઢબે ખનન કરવામાં આવતું હતું કોલસાના આશરે ૧૬૦ ફૂટ ઊંડા “Rabbit Hole” પ્રકારના કુવાઓ ગાળી, ત્યારબાદ કોલસાના સ્તર સુધી પહોંચીને Super Power-90 તથા Gelatin જેવા વિસ્ફોટકોનો ઉપયોગ કરી આડી સુરંગો બનાવી તેમાં મીની ટ્રેક્ટર દ્વારા ખનિજનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ દરમિયાન કોઈપણ પ્રકારના સુરક્ષા ધોરણો કે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નહોતું જેના કારણે મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થતું હતું ખાણ ધસી પડવાની શક્યતા, ઓક્સિજનની અછત, ઝેરી વાયુઓ, વિસ્ફોટકોના ઉપયોગથી અકસ્માત તથા મૃત્યુ જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાતી હતી અગાઉ પણ આવા ગેરકાયદેસર ખનનમાં અનેક મજૂરોના મૃત્યુ થયાની ઘટનાઓ બની ચૂકી છે આ ગેરકાયદેસર ખનનના કારણે આજુબાજુના રહેણાંક મકાનો, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, વીજળીના થાંભલાઓ તેમજ અન્ય સરકારી અને ખાનગી મિલકતોમાં તિરાડો પડી નુકસાન થયું છે ઉપરાંત પર્યાવરણને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે સતત થતા વિસ્ફોટોના પ્રચંડ અવાજના કારણે સ્થાનિક લોકોનું શાંતિપૂર્ણ જીવન પણ પ્રભાવિત થયું છે બીજી તરફ ગેરકાયદેસર ખનન અને ખનિજના પરિવહન દ્વારા સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવતું હતું આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દુર્ગમ વિસ્તારોમાં ચાલતી હોવાથી તપાસ ટીમોને રોકવા માટે ખનિજ માફિયાઓ દ્વારા રસ્તાઓ પર કાંટા, મોટા પથ્થરો, માટીના પાળા વગેરે મૂકી અવરોધ ઉભા કરવામાં આવતા હતા, જેથી દરોડા પાડવા જતા અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર સ્થળે પહોંચી ન શકે ઘણી વખત ગેરકાયદેસર પ્રવૃત્તિના સ્થળે ટોળાં એકત્ર કરી ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભું કરવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો ત્યારે આ બાબતે હકીકતોને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, આણંદપુર, મુળી તથા થાનગઢ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક મારફતે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૫૬(ક) તથા કલમ ૫૭(ગ) હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્તો મોકલવામાં આવી હતી તમામ કેસોમાં કાયદેસરની સુનાવણી પૂર્ણ કર્યા બાદ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૫૬(ક) તથા કલમ ૫૭(ગ) હેઠળ મળેલ સત્તાની રૂએ કુલ ૨૬ ખનિજ માફિયાઓ સહિતના અસામાજિક તત્વોને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લાની હદમાંથી જુદા જુદા સમયગાળા માટે તડીપાર કરવાનો હુકમ કર્યો છે આ કાર્યવાહીમાં તડીપાર કરાયેલા કુલ ૨૬ ઇસમોમાં ખનિજ ચોરી, ગેરકાયદેસર ખનન, જાહેર શાંતિ ભંગ કરતી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો ઉપરાંત દારૂના ધંધા, જુગાર તથા અન્ય અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોનો પણ સમાવેશ થાય છે વધુમાં, કેટલાક ઇસમો દ્વારા નાગાલેન્ડ રાજ્યમાંથી ગેરરીતિપૂર્વક હથિયારના પરવાના મેળવી તેના આધારે હથિયારો ખરીદવા તથા રાખવા સંબંધિત આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં પણ સંડોવણી સામે આવી હતી જે જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે ગંભીર બાબત છે આવા તત્વોની સતત ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાતું હતું જાહેર વ્યવસ્થા, કાયદો અને શાંતિ જળવાઈ રહે, ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અસરકારક અંકુશ આવે તથા કાયદાનું શાસન વધુ મજબૂત બને તે હેતુથી તમામ પુરાવા, પોલીસ દરખાસ્તો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૫૬(ક) તથા ૫૭(ગ) હેઠળ તડીપારના હુકમો કરવામાં આવ્યા છે ગેરકાયદેસર ખનન, ખનિજ ચોરી, દારૂ, જુગાર, ગેરકાયદેસર હથિયારો તથા અન્ય કોઈપણ પ્રકારની અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેમજ ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કાયદાની જોગવાઈ મુજબ વધુ કડક અને અસરકારક કાર્યવાહી સતત ચાલુ રહેશે સામાન્ય નાગરિકોને નિર્ભય બની કાયદો- વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા તેમજ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તંત્રને તાત્કાલિક જાણ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે તડીપાર કરવામાં આવેલ ઇસમોના નામ રાહુલભાઇ જાગાભાઇ અલગોતર રહે, જામવાળી, થાનગઢ (૬ માસ), રણુભાઇ દાનાભાઇ અલગોતર રહે, જામવાળી, થાનગઢ (૭ માસ), મસાભાઇ કમાભાઇ ચાવડા રહે, અમરાપર, થાનગઢ (૮ માસ), સંગ્રામભાઇ ઉર્ફે ગોબરભાઇ વાઘાભાઇ રંગપરા રહે, સોનગઢ, થાનગઢ (૫ માસ), ભરતભાઇ રમેશભાઇ અલગોતર રહે, થાનગઢ, થાનગઢ (૧ વર્ષ), થોભણભાઇ વિરજીભાઇ બેરાણીયા રહે, મોટા હરણીયા, ચોટીલા (૧૦ માસ), મનસુખભાઇ ભીખાભાઇ માસુરીયા રહે, થાન રોડ, ચોટીલા, ચોટીલા (૧ વર્ષ), રમેશભાઇ પાંચાભાઇ રંગપરા રહે, મોટી મોલડી, ચોટીલા (૭ માસ), વિક્રમભાઇ સાગરભાઇ શિહોરા રહે, લીંમલી મુળી (૮ માસ), જયંતિભાઇ મેરાભાઇ ગણંદીયા રહે, સાલખડા ચોટીલા (૬ માસ), કુલદીપભાઇ મેરુભાઇ વિક્રમા રહે, ફુલઝર ચોટીલા, (૭ માસ), વિક્રમભાઇ રામજીભાઇ ગણદીયા રહે, સાલખડા ચોટીલા (૩ માસ), શૈલેષભાઇ ઘારશીભાઇ કોરડીયા રહે, સોમાસર મુળી (૭ માસ), ભનુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા રહે, ખાટડી ચોટીલા (૬ માસ), વનરાજભાઇ રામશીભાઇ મેણીયા રહે, નાના કાંઘાસર ચોટીલા (૬ માસ), ફરીદાબેન વા/ઓ જયંતીભાઇ ચૌહાણ રહે, ચિરોડા (ઠા) ચોટીલા (૮ માસ), જવાભાઇ રાઘવભાઇ સાબળીયા રહે, રામપરા (રાજ) ચોટીલા (૭ માસ), વજેસંગભાઇ ગેલાભાઇ મકવાણા રહે, ઢોકળવા ચોટીલા (૧ વર્ષ), ચેતનભાઇ ગેલાભાઇ ઓળકીયા રહે, ઘરમપુર ચોટીલા (૧ વર્ષ), હેતલબેન વિક્રમભાઇ શિહોરા રહે, લીંમલી મુળી (૬ માસ), અશ્વિનભાઇ દેવાભાઇ કુકડીયા રહે, ભેટસુડા ચોટીલા (૪ માસ), રાણાભાઇ ભાદાભાઇ દુમાદીયા રહે, આણંદપુર ચોટીલા (૬ માસ), રવજીભાઇ જીવાભાઇ દેગામા રહે, કાનપર થાનગઢ (૫ માસ), વિજયભાઇ ગોવાભાઇ ઘોરાળીયા રહે, કુંઢડા ચોટીલા (૧ વર્ષ), બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે, નાડઘ્રી મુળી (૧ વર્ષ) મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ દાનાભાઇ બોહકીયા રહે, વાવડી ચોટીલા (૭ માસ)

Back to top button
error: Content is protected !!