MORBI:મોરબીમાં મહિલાઓ માટે ‘નિર્શિવ ફાઉન્ડેશન’ દ્વારા મેનોપોઝ અંગે વિશેષ સેમિનારનું આયોજન




MORBI:મોરબીમાં મહિલાઓ માટે ‘નિર્શિવ ફાઉન્ડેશન’ દ્વારા મેનોપોઝ અંગે વિશેષ સેમિનારનું આયોજન

મહિલાઓના જીવનના અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તબક્કા એવા મેનોપોઝ (ઋતુનિવૃત્તિ) દરમિયાન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબીમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નિર્શિવ ફાઉન્ડેશન’ દ્વારા આગામી ૧૧ જુલાઈ ૨૦૨૬, શનિવારના રોજ “જીવન નો નવો પડાવ: મેનોપોઝ માં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર આ ખાસ કાર્યક્રમ યોજાશે.

‘સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી’ અંતર્ગત યોજાનારા આ સેમિનારમાં મોરબીના જાણીતા અને અનુભવી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલ (MBBS, DGO) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે અને મહિલાઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપશે.
“મહિલાઓના જીવનમાં મેનોપોઝ એ એક કુદરતી પ્રક્રિયા છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ બદલાવોને કારણે હોટ ફ્લેશ (અચાનક ગરમી લાગવી), ઊંઘની સમસ્યાઓ જેવા શારીરિક ફેરફારો થાય છે. આ ઉપરાંત તણાવ, ચીડિયાપણું અને ચિંતા જેવા માનસિક પડકારોનો પણ મહિલાઓએ સામનો કરવો પડે છે. મોટેભાગે જાગૃતિના અભાવે અથવા સંકોચના કારણે સ્ત્રીઓ આ વિષય પર ખુલીને વાત કરી શકતી નથી, જેથી આ સેમિનાર ખૂબ ઉપયોગી સાબિત થશે.”
નિષ્ણાત માર્ગદર્શન: ડૉ. હેમાબેન પટેલ મેનોપોઝના ફેરફારોને સરળતાથી સમજવા, માનસિક શાંતિ જાળવી રાખવા તેમજ આ તબક્કામાં પણ ચપળ અને ઊર્જાવાન રહેવા માટે કેવો આહાર અને કસરત અપનાવવી તે અંગે વિગતવાર માહિતી આપશે.પ્રશ્નોત્તરી સેશન (Q&A): સેમિનારના અંતે એક ખાસ પ્રશ્નોત્તરી સેશન રાખવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ડૉક્ટર સમક્ષ સીધા જ પૂછીને તેનું નિવારણ મેળવી શકશે.
કાર્યક્રમની વિગતો:તારીખ: ૧૧ જુલાઈ ૨૦૨૬ (શનિવાર) સમય: બપોરે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી સ્થળ: સંસ્કારધામ હોલ, GIDC, શનાળા રોડ, મોરબી પ્રવેશ તદ્દન મફત, પરંતુ રજીસ્ટ્રેશન ફરજિયાત મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારની ૩૫ વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ માટે આ સેમિનારમાં એન્ટ્રી તદ્દન મફત રાખવામાં આવી છે. જો કે, હોલની બેઠક ક્ષમતા મર્યાદિત હોવાના કારણે અગાઉથી સીટ બુક કરાવવી ફરજિયાત છે.સેમિનારમાં ભાગ લેવા અને નામ નોંધાવવા માટે આયોજક અદિતિ વિરમગામાના મોબાઈલ નંબર 95866 13202 પર વહેલી તકે સંપર્ક કરવા નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા મોરબીની મહિલાઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


