MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ફાયર વિભાગ દ્વારા: 40 લોકોને ફાયર સેફ્ટી ટ્રેનિંગ સાથે ચેકિંગ હાથ ધરાયું

 

MORBI:મોરબી ફાયર વિભાગ દ્વારા: 40 લોકોને ફાયર સેફ્ટી ટ્રેનિંગ સાથે ચેકિંગ હાથ ધરાયું

 

મોરબી મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજન્સી શાખા દ્વારા શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા અને જનજાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ ૦૭/૦૭/૨૦૨૬ સુધીમાં શહેરની 03 જેટલી કોમર્શિયલ બિલ્ડિંગોમાં કુલ 40 લોકોને ફાયર પ્રિવેન્શન (આગ નિવારણ) અંગેની સઘન તાલીમ આપવામાં આવી છે.


​ફાયર સિસ્ટમનું ચેકિંગ અને નોટિસની કાર્યવાહી
​ફાયર શાખા દ્વારા માત્ર ટ્રેનિંગ જ નહીં, પરંતુ પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) અને સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જે બિલ્ડિંગોમાં ખામીઓ કે અપૂર્તતા જોવા મળી હતી, તેમને તાત્કાલિક ધોરણે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને ફાયર સેફ્ટીને લગતા જરૂરી સૂચનો તથા ગાઈડલાઈન આપવામાં આવ્યા છે.
​આ ઉપરાંત, ફાયર સેફ્ટી પ્લાન એપ્રૂવલ (FSPA) માટે આવેલી અરજીઓને આગળની કાર્યવાહી માટે આર.એફ.ઓ. (RFO) કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો, આગ ઓલવવાના સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને કોઈ પણ ઇમરજન્સી સમયે નાની-મોટી દુર્ઘટના કે જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.

​તાજેતરમાં મોરબીમાં અલગ-અલગ 03 જગ્યાએથી રેસ્ક્યૂ કોલ મળ્યા હતા, જેમાં 02 સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


​મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ કટોકટી કે આગની દુર્ઘટના સમયે તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો સંપર્ક કરવો.મોરબી ફાયર વિભાગ નંબર: (૦૨૮૨૨) ૨૨૦૦૫૦

Back to top button
error: Content is protected !!