MORBI:મોરબી જીલ્લા બહુજન સમાજ પાર્ટીની રીવ્યુ મીટીંગ યોજાઈ




MORBI:મોરબી જીલ્લા બહુજન સમાજ પાર્ટીની રીવ્યુ મીટીંગ યોજાઈ

બહુજન સમાજ પાર્ટી-મોરબી જીલ્લા યુનિટ દ્વારા ગત તારીખ ૨૮-૦૬-૨૦૨૬ના રોજ મોરબી જીલ્લા કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશના કેન્દ્રીય પ્રભારી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષના સીધા દિશા-નિર્દેશ અનુસાર યોજાયેલી આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવાના ભાગરૂપે મોરબી જીલ્લા કમિટીના નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણુક કરવામાં આવી હતી.

આ બેઠક ગુજરાત પ્રદેશ ઝોન ઇન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ મહાસચિવ માનનીય અરવિંદભાઈ એન. ગોહિલની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.
રીવ્યુ મીટીંગ દરમિયાન સર્વાનુમતે મોરબી જીલ્લા સંગઠનના મહત્વના હોદ્દાઓ પર નીચે મુજબની વરણી કરવામાં આવી છે: જીલ્લા પ્રમુખ: ભાગ્યશ્રીબહેન મનસુખભાઈ ચૌહાણ ,જીલ્લા ઉપપ્રમુખ: ઈશ્વરભાઈ ચાવડા પાર્ટીને મજબૂત કરવા આહવાન નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત પ્રદેશ ઝોન ઇન્ચાર્જ અરવિંદભાઈ ગોહિલે આશા વ્યક્ત કરી હતી કે, નવા નિમાયેલા તમામ હોદ્દેદારો તેમને સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી નિભાવશે. તેમજ પાર્ટીના અનુશાસનનું ચુસ્તપણે પાલન કરી, શિસ્તબદ્ધ રીતે બહુજન સમાજ પાર્ટીના સંગઠનને મોરબી જીલ્લામાં વધુ મજબૂત અને વેગવંતું બનાવવા સતત કાર્યરત રહેશે.



