“દમ હે તો રોક કે દિખા” લખેલી પિકઅપને વન વિભાગે ઝડપી, ખેરના લાકડાનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત,

“દમ હે તો રોક કે દિખા” લખેલી પિકઅપને વન વિભાગે ઝડપી, ખેરના લાકડાનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 96.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 41;
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધી : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના સાગબારાના પાટ ગામ પાસે થી વનવિભાગે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરફેર સામે કાર્યવાહી કરતાં એક પિકઅપ ડાલાને ઝડપી પાડી હતી. ખાસ વાત એ રહી કે પિકઅપ પર “દમ હે તો રોક કે દિખા” લખાયેલું હતું, પરંતુ વન વિભાગે કાર્યવાહી કરીને વાહનને રોકી તેમાં ભરેલો ખેરના લાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, પિકઅપમાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરીને પરિવહન કરવામાં આવી રહ્યું હતું. વન વિભાગે વાહન સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા લાકડાના જથ્થાની કિંમત અને તેની કાયદેસરતા અંગે તપાસ ચાલી રહી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અનેક સવાલો પણ ઊભા થયા છે. લોકોનું કહેવું છે કે જ્યારે જંગલોમાં ખેરના વૃક્ષો કાપવામાં આવે છે, ત્યારે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ક્યાં હોય છે? જો શરૂઆતના તબક્કે જ ગેરકાયદેસર કટાઈ અટકાવવામાં આવે તો આવી હેરફેરની ઘટનાઓ બનવાની શક્યતા ઓછી રહે.
વન વિભાગની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે તપાસમાં ગેરકાયદેસર લાકડાની કટાઈમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી તપાસ પહોંચે છે કે નહીં, તે જોવાનું રહેશે.



