ARAVALLIMEGHRAJMODASA

મેઘરજના રેલ્લાવાડા ગામે ચોરીનો પ્રયાસ નિષ્ફળ..!! લાખો રૂપિયાની ચાંદીની વસ્તુઓ મળી આવી – CCTV ફૂટેજ આવ્યા સામે 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના રેલ્લાવાડા ગામે ચોરીનો પ્રયાસ નિષ્ફળ..!! લાખો રૂપિયાની ચાંદીની વસ્તુઓ મળી આવી – CCTV ફૂટેજ આવ્યા સામે

મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં સ્ટેશન વિસ્તારની એક દુકાને ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. મળતી માહિતી મુજબ, અજાણ્યા ત્રણ શખ્સો રાત્રિના સમયે દુકાનમાં ચોરીના ઇરાદે પહોંચ્યા હતા. તે દરમિયાન પોઇન્ટ પર ફરજ બજાવી રહેલા હોમગાર્ડને દુકાનના શટરનો અવાજ સંભળાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.હોમગાર્ડને જોઈ ત્રણેય અજાણ્યા શખ્સો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. હોમગાર્ડ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ પંચાયત નજીક એક બિનવારસી બાઈક મળી આવી હતી. બાઈક પર લટકાવેલા પર્સની તપાસ કરતાં તેમાં વિવિધ પ્રકારની ચાંદીની વસ્તુઓ મળી આવી હતી. જેમાં ગજરા 10, ડોડી 23, ઘર 1, ચેનીના ટુકડા 2, દેવી-દેવતાઓની મૂર્તિઓ 3, ચાંદીની કટોરી 8, ચાંદીના સિક્કા 32, ચાંદીની વીંટીઓ 45, નારિયેળ આકારની ચાંદી 1, ગોળાકાર ચાંદીના સિક્કા 9, છત્ર 4, ચાંદીની ચેનના ટુકડા 11 તેમજ રુદ્રાક્ષ જેવા કણકાઓ ગૂંથેલી ચેનના નાના ટુકડા 14 મળી કુલ 163 નંગ ચાંદીની વસ્તુઓ મળી આવી હતી.
જપ્ત કરાયેલી આ ચાંદીની વસ્તુઓનું કુલ વજન 1 કિલો 151 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત ₹ 1,21,508 થાય છે.ઇસરી પોલીસે બિનવારસી બાઈક અને ચાંદીની વસ્તુઓ કબજે લઈ CCTV ફૂટેજના આધારે ફરાર થયેલા ત્રણેય અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!