BANASKANTHAGUJARATKANKREJ
ઓગડ તાલુકા પંચાયત દ્વારા પશુ મૃત્યુ સહાય ચુકવવામાં આવી…
ઓગડ તાલુકા પંચાયત દ્વારા પશુ મૃત્યુ સહાય ચુકવવામાં આવી...

ઓગડ તાલુકા પંચાયત દ્વારા પશુ મૃત્યુ સહાય ચુકવવામાં આવી…
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં થોડા સમય પહેલા વાવાઝોડા સાથે વરસાદ આવતા વીજળી અને ઝાડ પડવાના કારણે તાલુકામાં ૭ (સાત) જેટલા નાના મોટા પશુઓના મૃત્યુ થયા હતા.ત્યારે તાલુકા પંચાયત દ્વારા સર્વે કરીને પશુ મૃત્યુ સહાય મંજુર કરવામાં આવતા તેની સહાય ૮ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ તાલુકા વિકાસ અધિકારી, ઓગડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર,ઉપ પ્રમુખ ભારતીબેન ઠક્કર, કારોબારી ચેરમેન સિદ્ધરાજસિંહ વાઘેલા,ન્યાય સમિતિ ચેરમેન કંચનબેન,બ.કાં. જિલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી નિરંજનભાઈ ઠક્કર સહિત તાલુકા પંચાયતના સદસ્યોની હાજરીમા ૧,૯૨,૫૦૦/- (એક લાખ બાણું હજાર પાંચસો )ની સહાય પશુ માલિકોને ચૂકવવામાં આવી તેમ તેરવાડા CRC દશરથજી ઠાકોરે જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





