IDARSABARKANTHA

ઈડર પરગણા જન ક્ષત્રિય મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન

ઈડર પરગણા જન ક્ષત્રિય મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન

ઈડર પરગણા જન ક્ષત્રિય મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શેઠ કે.ટી. હાઈસ્કૂલના સભાખંડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ, મહિલા સંમેલન અને યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પ્રાંત ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર નિમેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે નવી મેત્રાલની આરડેકતા ઈન્સ્ટીટયુટના ડાયરેક્ટર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક આર.ડી.પટેલ નવી મેત્રાલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન સમાજના અગ્રણી જીવાભાઈ મોહનભાઈ ચૌહાણ હિંમતનગરના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વર્ષ 2026માં ધો10 અને 12ની બોડઁની પરીક્ષામાં સમાજમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર, રોકડ પુરસ્કાર તથા દાતાઓ તરફથી ગીફ્ટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત સમાજના દાતાશ્રીઓ, નવી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાનો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ ઈડર અને હિંમતનગર નગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પિતૃ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રોકડ શૈક્ષણિક સહાય પણ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઈડર પરગણા જનક્ષત્રિય મોચી સમાજના વડીલો, યુવાનો, બહેનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ભોગીલાલ આર. ચૌહાણ, મંત્રી ભરતકુમાર જી. ચૌહાણ, ખજાનચી સુરેશકુમાર જે. ચૌહાણ, શિક્ષણ સમિતિના કન્વીનર ચિનુભાઈ એ. ચૌહાણ સહીત ચામુંડા નવયુવક મંડળ ઈડર અને ખેડબ્રહ્માના યુવકો સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!