મધવાસ ગામમાં આવેલા પવિત્ર યાત્રાધામ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

તારીખ ૦૯/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. મધવાસની નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ૪૨ જેટલા તેજસ્વી તારલાઓનો ઉત્સાહ વધારવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવશાળી પ્રસંગે મધવાસ ગ્રામ પંચાયતના સરપંચ ચંપાબેન અશ્વિનકુમાર રાઠોડ, સ્પેકો કંપનીના જીએમ બાલા સુબ્રમણ્યમ, પ્રદીપભાઈ ગોહિલ, યુનિયન કમિટીના સભ્યો તેમજ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના અગ્રણી સુરેશભાઈ તેમજ શાળાના આચાર્ય કૃણાલભાઈ વરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓ આગામી સમયમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ અને શાળાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા. પ્રોત્સાહનના ભાગરૂપે મધવાસના સરપંચ ચંપાબેન રાઠોડ તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને પેન તથા ક્લિપ બોર્ડ (પરીક્ષા પેડ) ભેટ સ્વરૂપે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગ્રામીણ વિસ્તારના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે આવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આ સન્માન અન્ય વિદ્યાર્થીઓને પણ સખત મહેનત કરવાની પ્રેરણા આપશે.” તેવુ અગ્રણીઓ એ જણાવ્યુ હતુ.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ગરિમામય વાતાવરણમાં સંપન્ન થયો હતો, જે બદલ શાળા પરિવાર અને ગ્રામજનોએ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.







