
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની ખેતવાડી ઉત્પન બજાર સમિતિનાં પ્રમુખ તરીકે સુરેશભાઇ ચૌધરી ચૂંટાયા,જ્યારે ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રભાઈ ભોયે ચૂંટાયા..ડાંગ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) આહવા (ડાંગ), મુખ્ય મથક-વઘઇ ખાતે આજે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં, બીજી ટર્મ માટેના નવા સભાપતિ (પ્રમુખ)ની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રેરિત પેનલના સક્રિય અગ્રણી સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી સભાપતિ પદ માટે બિનહરીફ ચૂંટાયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રભાઈ ભોયે સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયા હતા.તેમની આ વરણીથી સમગ્ર પંથકના ખેડૂતો, ભાજપાનાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાત ખેતી ઉત્પાદન બજાર અધિનિયમ અંતર્ગત નિયમોની જોગવાઈ અનુસાર, વઘઇ એ.પી.એમ.સી.ના સભાપતિની અઢી વર્ષની બાકીની મુદત માટે ચૂંટણી યોજવા અંગે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ (ડાંગ-આહવા)ની કચેરી દ્વારા એજન્ડા નોટિસ જાહેર કરવામાં આવી હતી. જે અન્વયે આજરોજ તારીખ ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ બજાર સમિતિના હોલ ખાતે તમામ સદસ્યોની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે નાયબ નિયામક (ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર) તેમજ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારએ ઉપસ્થિત રહી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કર્યું હતુ.સભાપતિ પદની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિયત સમય મર્યાદામાં માત્ર એક જ ઉમેદવારી ફોર્મ સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીનું રજૂ થયું હતું.તેમજ ઉપપ્રમુખ માટે સુરેન્દ્રભાઈ ભોયે એ ફોર્મ ભર્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મની ચકાસણી કરતા તે સંપૂર્ણપણે માન્ય માલુમ પડ્યુ હતુ.સભાપતિ પદ માટે અન્ય કોઈ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં ન આવતાં અને માત્ર એક જ ફોર્મ માન્ય રહેતાં, ચૂંટણી અધિકારી દ્વારા સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીને બીજી ટર્મના સભાપતિ તરીકે વિધિવત રીતે ‘બિનહરીફ’ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.તેઓની બીજી ટર્મના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી તેમજ ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રભાઈ ભોયેની વરણી થઈ હતી.જે બાદ નવનિયુક્ત સભાપતિ સુરેશભાઈ ચૌધરીએ પક્ષના શીર્ષ નેતૃત્વ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે, “ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત,ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત તેમજ સંગઠનના તમામ પદાધિકારીઓ અને એ.પી.એમ.સી.ના તમામ ડિરેક્ટર મિત્રોએ મારા પર જે અડગ વિશ્વાસ મૂકીને આ મહત્વની જવાબદારી સોંપી છે, તે બદલ હું તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં પણ ભાજપા પક્ષ દ્વારા તેમને જ્યારે જ્યારે નાની-મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે, ત્યારે તેમણે હંમેશા એક વફાદાર કાર્યકર તરીકે પક્ષના હિતમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. આજે જ્યારે એ.પી.એમ.સી.ના પ્રમુખ જેવી મોટી અને નવી જવાબદારી મળી છે, ત્યારે તેઓ ડાંગ જિલ્લાનાં ખેડૂતોના હિત પક્ષે રહીને બજાર સમિતિના વિકાસ કાર્યોને વધુ વેગ આપશે અને તમામ સભ્યોને સાથે રાખીને વહીવટને પારદર્શક બનાવશે.નવનિયુક્ત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીની બિનહરીફ વરણી થતાં જ હાજર રહેલા તમામ ડિરેક્ટરો અને ભાજપના આગેવાનોએ તેમને પુષ્પગુચ્છ અને હાર પહેરાવી મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.





