HALOLPANCHMAHAL

હાલોલમાં રથયાત્રા પર્વને લઈને પંચમહાલના ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૭.૨૦૨૬

આગામી રથયાત્રાના પર્વને લઈને પંચમહાલના હાલોલ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ ગઈ. રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન આજે શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું.આ બેઠક પંચમહાલના ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં રથયાત્રાના રૂટ, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં હાલોલ DYSP વી.જે. રાઠોડ, જિલ્લા LCB પીઆઈ એ.બી. વોહરા, હાલોલ ટાઉન પીઆઈ આર.કે. દેસાઈ, અને હાલોલ રૂરલ પીઆઈ વી.એચ.જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ખાસ વાત એ રહી કે આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તહેવારને શાંતિપૂર્વક ઉજવવા માટે વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!