હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમની જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૮.૨૦૨૬
હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ જિલ્લા શાળાકીય રમતગમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કેનેલાવ, ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી હતી.સચ્ચિદાનંદ, 1500 મીટર દોડમાં ત્રીજો ક્રમ યસ નાઈ, લોંગ જમ્પમાં પ્રથમ ક્રમ અનુગીરી, 80 મીટર હર્ડલ ગેમમાં બીજો ક્રમ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ, શિક્ષકગણ તથા વાલીઓએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આગામી કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ પી.ટી. શિક્ષિકા સુથારિયા પ્રિયંકાબેનનું માર્ગદર્શન અને મહેનત પણ મહત્વપૂર્ણ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત તાલીમ અને યોગ્ય માર્ગદર્શન આપી સ્પર્ધા માટે તૈયાર કર્યા હતા.







