GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઓમ રેસીડેન્સીમાં વારંવાર વીજકટ: 2 વર્ષથી પરેશાન સોસાયટીવાસીઓએ 30 દિવસમાં નિરાકરણ ન આવે તો ભૂખ હડતાળની ઉચ્ચારી ચીમકી.

 

તારીખ ૧૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા 2 વર્ષથી વારંવાર વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર કટ ઓફ થાય છે અને રાત્રે આખી આખી રાત લાઈટ વગર રહેવું પડે છે. જેને લઇ આ બાબતે સોસાયટીના રહીશોએ તારીખ ૨૭/૦૮/૨૦૨૪અને તારીખ ૩૦/૦૯/૨૦૨૪ના રોજ અરજીઓ આપી હતી. તાલુકા સ્વાગતમાં પણ પત્ર નં. તા.સ્વાગત/વશી/51/2024 દ્વારા રજૂઆત કરાઈ હતી. પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. જેને લઇ રહીશોનું કહેવું છે કે અમારી સોસાયટીથી માત્ર 50 મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીમાં કાલોલ ફીડરમાંથી લાઈન આપવામાં આવી છે. તે લાઈન બંધ થતી નથી. જ્યારે અમારી સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. ચોમાસામાં વાવાઝોડું કે વરસાદ બંધ થઈ જાય તો પણ રાતભર વીજળી આવતી નથી જેથી વીજબીલમાં 50% કાપની માંગ સાથે સોસાયટી ના પ્રમુખ અશોકભાઈ પરમાર અને અન્ય રહીશોએ કલેકટર, મામલતદાર અને MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે “કલાકો સુધી લાઈટ બંધ રહે છે તો પણ મહિને પૂરું બીલ મોકલવામાં આવે છે. ચોમાસા દરમિયાન કટ ઓફનો સમય નોંધીને વીજબીલમાં 50% કાપ આપવામાં આવે. જ્યારે તેઓએ વધુમાં આક્ષેપ કર્યો કે કન્ટ્રોલરૂમ અને ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી. ઉદ્યોગોને 24 કલાક વીજળી આપવામાં આવે છે, વાવાઝોડામાં પણ બંધ થતી નથી. અમે પૈસા નથી ભરતા? આ ભેદભાવ દૂર કરી કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવામાં આવે. નહીં તો રહીશોએ ચીમકી આપી છે કે જો 30 દિવસમાં આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઓમ રેસીડેન્સીના તમામ પરિવારો સાથે મળીને MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે.હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!