કાલોલ શહેર સ્થિત સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે “વિશ્વ વસ્તી દિન”ની ઉજવણી કરવામા આવી.

તારીખ ૧૧/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ, કાલોલ ખાતે આજ રોજ “વિશ્વ વસ્તી દિન”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને સમાજમાં વસ્તી વિસ્ફોટની અસરો, પર્યાવરણ પર તેનું દબાણ અને આરોગ્ય તેમજ શિક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનો હતો. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વધતી વસ્તીના કારણો અને ઉકેલો અંગે પોતાના વિચારો રજૂ કર્યા. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ વિશ્વ વસ્તી દિવસનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું કે વધતી વસ્તીના કારણે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. અને શિક્ષણનું મહત્ત્વ, આરોગ્ય જાગૃતિ અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો વિશે માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સુંદર રહ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.




