HALVAD:હળવદના સાપકડા ગામે ઉઘરાણીનો ખાર રાખી ઓફિસમાં તોડફોડ: બે શખ્સોએ રૂ. ૩૦ હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

HALVAD:હળવદના સાપકડા ગામે ઉઘરાણીનો ખાર રાખી ઓફિસમાં તોડફોડ: બે શખ્સોએ રૂ. ૩૦ હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદના સાપકડા ગામે બ્લેક સ્કોર્પિયોમાં લોખંડના પાઇપ અને છરી સાથે ત્રાટકેલા બે શખ્સોએ ‘ઉમા સ્ટોન’ની ઓફિસનો ગેટ અને બારીઓના કાચ તોડી મચાવી ભારે તોડફોડ કરી રૂ. ૩૦ હજારનું નુકસાન કરી “હવે જો પૈસા માંગ્યા છે તો પતાવી દઈશું” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે સગા ભાઈઓ સામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા અને નોકરી કરતા બીજલભાઈ લાલજીભાઈ ઉધરેજા (ઉ.વ.૩૪) એ આરોપી જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા તથા હરદિપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે. સાપકડા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપી જીગ્નેશસિંહે ફરીયાદીને ફોનમા ગાળો આપી તેમજ બન્ને આરોપીઓએ પોતાની કાળા કલરની સ્કોર્પીયો કારમા આવી ફરીયાદીની કંપનીની ઓફીસ પાસે આવી આરોપીઓએ પોતાના હાથમા લોંખડનો પાઇપ અનેછરી હતી અને બન્નેએ ઓફીસનો ગેટ બંધ હોય જેને આરોપીઓએ લોંખડના પાઇપ વડે તોડી નાખી ઓફીસમા અપપ્રવેશ કરી બારીઓના કાચ તોડી ફોડી ઓફીસમા આશરે રૂપિયા ૩૦,૦૦૦/-નુ નુકસાન કરી પોતાની સ્કોર્પીયો ગાડી લઇને જતા જતા કહેલ કે હવે જો કપચીના પૈસા માગશો તો પતાવી દેશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








