કેડો આખે દેજી નેઈ લેયા વોગુર રેજી નેઈ” નારા સાથે આખું જંગલ વિસ્તાર ગુંજી ઉઠ્યું
સાગબારાના ખોપી સહિત હલગામ પાડી જંગલ જમીનનો મુદ્દો પહોંચ્યો ગાંધીનગર

કેડો આખે દેજી નેઈ લેયા વોગુર રેજી નેઈ” નારા સાથે આખું જંગલ વિસ્તાર ગુંજી ઉઠ્યું
સાગબારાના ખોપી સહિત હલગામ પાડી જંગલ જમીનનો મુદ્દો પહોંચ્યો ગાંધીનગર
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધી : જેસિંગ વસાવા
સાગબારા તાલુકાના ખોપી, હલગામ પાડી સહિતના ગામોમાં જંગલ જમીનના હકોને લઈને ચાલી રહેલો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા રાજ્ય સ્તરે રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જિલ્લા સ્તરના આગેવાનો ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને સંબંધિત અધિકારીઓ સમક્ષ આદિવાસી ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી ખેતી કરતી જમીન પર વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે તેઓ વન અધિકાર અધિનિયમ હેઠળ ન્યાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ વન વિભાગ કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી રહ્યું હોવાનું જણાવે છે.
હાલ સમગ્ર મુદ્દા પર સરકાર અને વહીવટી તંત્રની નજર છે. ગ્રામજનો આદિવાસી ખેડૂતોને કાયદેસર હકો મળે અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.




