RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: ૬ વર્ષથી નાસતા-ફરતા ૪ ખૂંખાર આરોપીઓ ઝડપાયા

RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: ૬ વર્ષથી નાસતા-ફરતા ૪ ખૂંખાર આરોપીઓ ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયાર બતાવી મારામારી કરવાના તેમજ રાયોટીંગ અને એટ્રોસીટી જેવા ગંભીર ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી કાયદાના હાથોથી બચીને નાસતા-ફરતા કુલ ૪ આરોપીઓને પકડી પાડવામાં રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા મળી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગંભીર ગુન્હાઓ આચરીને નાસતા-ફરતા ગુનેગારોને વહેલી તકે શોધી કાઢવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા તેમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ તેજ કરી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ હકીકત અને બાતમીના આધારે રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમારની ટીમે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને મુળી પોલીસ સ્ટેશનના ગુન્હા રજી.નં. ૦૧૭૫/૨૦૨૦ (IPC કલમ-૧૪૩, ૧૪૭, આર્મ્સ એક્ટ અને એટ્રોસીટી એક્ટ) મુજબના ૪ આરોપીઓને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ ૧. હેમંત ગોકળભાઇ અગોલા (રહે. માનપર, તા. મુળી) – વગડીયા રોડ પર આવેલ પોતાની વાડીએથી ઝડપાયો.૨. સુરેશ જાદવભાઇ અગોલા (રહે. માનપર, તા. મુળી) – આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડીએથી ઝડપાયો.૩. જસમત લાભુભાઇ અગોલા (રહે. માનપર, તા. મુળી) – ધોળીયા રોડ પર આવેલ પોતાની વાડીએથી ઝડપાયો.૪. ગણપત ભાથાભાઇ પનારા (રહે. માનપર, તા. મુળી) – આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડીએથી ઝડપાયો.રાજકોટ રેન્જ પોલીસે ચારેય આરોપીઓને રાઉન્ડ-અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. લાંબા સમયથી ફરાર આ આરોપીઓ પકડાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.








