GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર: ગુંદાખડા ગામની વાડીમાંથી રૂ. ૨૯.૪૭ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ

 

WAKANER:વાંકાનેર: ગુંદાખડા ગામની વાડીમાંથી રૂ. ૨૯.૪૭ લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ

 

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે એક મોટી સફળતા મેળવીને ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડીના મકાનમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ ૫૩૧ પેટીઓ (કુલ ૧૪,૭૯૬ નંગ બોટલ) સહિત કુલ રૂ. ૨૯,૪૭,૫૬૪ નો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી કે, ગુંદાખડા ગામની સીમમાં રહેતા નાથાભાઇ હરજીભાઇ વાજા પોતાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને બેઠા છે અને આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસે જથ્થો અન્યત્ર ખસેડાય તે પહેલાં જ તાત્કાલિક સ્પોટ પર જઈ રેઇડ કરી હતી.પોલીસ દરોડા દરમિયાન વાડીના મકાનમાંથી બે આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા: ૧. નાથાભાઈ હરજીભાઈ વાજા (રહે. ગુંદાખડા ગામના પાધરની સીમમાં આવેલ વાડી) ૨. અશ્વીનભાઇ નાથાભાઇ વાજા (રહે. ગુંદાખડા ગામના પાધરની સીમમાં આવેલ વાડી) મકાનની તલાશી લેતા પોલીસને ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ અને બીયરની ૫૩૧ પેટીઓ (૧૪,૭૯૬ બોટલ) મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૨૯,૪૭,૫૬૪ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે પકડવાના બાકી અન્ય આરોપીઓ સામે પણ ગાળિયો કસ્યો છે:ટકો (રહે. રાજસ્થાન – જથ્થો મોકલનાર) જિતેશભાઇ ભિમાભાઇ રંગપરા (રહે. થાન, જી. સુરેન્દ્રનગર) વાંકાનેર તાલુકા પોલીસે પકડાયેલા અને તપાસમાં ખુલવા પાત્ર તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!