MORBI:મોરબીમાં જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ મહિલા સહિત 5 જુગારીઓ ઝડપાયા

MORBI:મોરબીમાં જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ મહિલા સહિત 5 જુગારીઓ ઝડપાયા
શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે મોરબી પોલીસ એક્શન મોડમાં આવી છે. મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાવડી ગામ નજીક આવેલી જેક્સવિલા સોસાયટીમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી લીધા છે.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જેક્સવિલા સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 12,700ની રોકડ રકમ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.ઝડપાયેલા આરોપીઓ પોલીસના સકંજામાં આવેલા પાંચ આરોપીઓમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, જેમના નામ નીચે મુજબ છે:અરવિંદભાઈ અવધેશભાઈ તિવારી (રહે. રંગપર, પારકોસ કંપની પાસે, મોરબી) ક્રિષ્નાભાઈ બલદાવ શુક્લા (રહે. રંગપર, પારકોસ કંપની પાસે, મોરબી) સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ કાથરાણી (રહે. વાધરવા, તા. માળિયા) મેરૂબેન સલીમભાઈ પંજવાણી (રહે. સામાકાંઠે, આનંદનગર સોસાયટી, મોરબી) સરોજબેન રાજેશભાઈ પરમાર (રહે. મોરબી): મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે







