GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરી કરનાર બે શખ્સો ભંગારના ડેલા સંચાલક સાથે ઝડપાયા, એકની શોધખોળ

 

HALVAD:હળવદ સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરી કરનાર બે શખ્સો ભંગારના ડેલા સંચાલક સાથે ઝડપાયા, એકની શોધખોળ

 

હળવદ-અમદાવાદ હાઇવે પર આવેલા સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલી લોખંડની કિંમતી ખાટલીની ચોરીનો ભેદ ઉકેલવામાં હળવદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી છે.

હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા કિરણભાઈ જીવણભાઈ બારાણીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, હળવદ-અમદાવાદ હાઇવે રોડ પર જીયો પેટ્રોલ પંપની સામે આવેલા તેમના સમાજના સ્મશાનમાંથી કોઈ અજ્ઞાત ચોર ઈસમો અગ્નિસંસ્કાર માટે રાખેલી લોખંડની ખાટલી (કિંમત અંદાજે ₹૫૦,૦૦૦) ચોરી કરી ગયા હતા.

આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે હળવદ પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હિમત કાનજીભાઈ પરમાર (રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) અને કાંતી ઉર્ફે કાનો (રહે. પ્રતાપગઢ, તા. હળવદ) નામના બે શખ્સોએ આ ખાટલીની ચોરી કરી છે. એટલું જ નહીં, આ ચોરીનો મુદ્દામાલ તેઓએ મોરબી ચોકડી પાસે આવેલા એક ભંગારના ડેલામાં વેચી દીધો છે.બાતમીના આધારે પોલીસે મોરબી ચોકડી પાસે આવેલા ભંગારના ડેલા પર તપાસ હાથ ધરી હતી. જ્યાં ડેલાના સંચાલક પુનમભાઈ દેવજીભાઈ મકવાણા (ઉંમર વર્ષ ૪૦, રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) પાસેથી સ્મશાનમાંથી ચોરાયેલી લોખંડની ખાટલી ભાંગેલી હાલતમાં મળી આવી હતી.પોલીસે ₹૫૦,૦૦૦ની કિંમતનો આ મુદ્દામાલ કબજે કરીને આરોપી હિંમત કાનજીભાઈ પરમાર અને ભંગારના ડેલાવાળા પુનમભાઈ દેવજીભાઈ મકવાણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ ચોરીમાં સામેલ અન્ય એક શખ્સ કાંતી ઉર્ફે કાનો (રહે. પ્રતાપગઢ, તા. હળવદ)નું નામ ખૂલ્યું હતું. જેથી પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!