ભક્તિભાવ સાથે કાલોલથી 48 યાત્રાળુઓનો સંઘ અમરનાથના દર્શને રવાના.

તારીખ ૧૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલથી દર વર્ષે બર્ફાની બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ કાલોલ ,ઉના, હાલોલ અને ગોધરા તાલુકાના મળીને ફુલ ૪૮ યાત્રાળુઓના દર્શનાર્થી સંઘે રવિવાર સાંજે ડેરોલગામથી પ્રસ્થાન કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ડેરોલગામના નારણભાઈ પટેલ દ્વારા તેમના અનુભવોને આધારે પાછલા ૨૪ વર્ષોથી દુર્ગમ એવી અમરનાથની યાત્રાનું સફળ આયોજન કરવામાં આવે છે જે યાત્રા પરંપરા મુજબ આ વર્ષે પણ કાલોલ શહેર, કાલોલ,ઉના, ગાંધીનગર,હાલોલ તાલુકાના, ગોધરા તાલુકાના મળીને કુલ ૪૮ યાત્રાળુઓના રજીસ્ટ્રેશન અને શિડયુઅલ પ્રમાણે ૧૨/૭/૨૬ ના રોજ સાંજે લક્ઝરી બસ દ્વારા ડેરોલગામ કાલોલ થી પ્રસ્થાન કર્યું હતું અને યાત્રાના શિડયુઅલ મુજબ આગામી ૧૭ જુલાઈના રોજ તમામ યાત્રિકોને બાબા અમરનાથના દર્શન કરવાનો લ્હાવો મળશે એવી આસ્થા અને આયોજન સાથે અમરનાથ બાબાની જય બોલાવીને ઉત્સાહભેર પ્રસ્થાન કર્યું હતું. યાત્રાના પ્રસ્થાન સમયે સફળ યાત્રાની શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પરિવારજનોએ ઉપસ્થિત રહીને ઉમંગભેર વિદાય આપી હતી.







