GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત આખરે મોટી જાનહાનિ ટાળવા જોખમી મકાન પર કાર્યવાહી કરી શરૂ.

 

તારીખ ૧૩/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુરમાં મોટી દુર્ઘટના ટળી હતી જેમાં માળી ફળિયામાં જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાયી થયું હતું જ્યાં વર્ષોથી જીવલેણ હાલતમાં ઉભેલા જર્જરીત મકાન અંગે વહીવટી તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો સ્થાનિક રહીશો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. જ્યાં વહિવટ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી જર્જરીત મકાનનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય તે માટે જોખમી મકાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ચોમાસાના વરસાદ બાદ માળી ફળિયામાં આવેલું આ વર્ષો જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. મકાનનો મોટો ભાગ રસ્તા તરફ નમી ગયો હતો અને દિવાલો તથા લાકડાના ટેકાઓ કોઈપણ સમયે તૂટી પડે તેવી સ્થિતિમાં હતા. આ રસ્તેથી રોજ મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને રાહદારીઓ અવરજવર કરતા હોવાથી ગામલોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. જેને લઇ ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા લઈ ગ્રામજનોની માંગણી અને વહીવટી તંત્રની ગ્રામજનોની માંગણી સાથે આખરે તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી.હાલમાં પંચાયત દ્વારા મકાનનો જોખમી ભાગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!