GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગના પૂર્ણા નદી બ્રિજ પર 31 ઓગસ્ટ સુધી ભારે વાહનોને પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જાહેર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કસ્બાપર–વિરાવળ–નવસારી રોડ પર આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64ના પૂર્ણા નદી બ્રિજની તકનીકી તપાસ દરમિયાન બ્રિજની સ્થિતિ નબળી (“પૂઅર”) હોવાનું જણાતા સલામતીના હિતમાં આગામી 31 ઓગસ્ટ, 2026 સુધી એસ.ટી. બસ સહિત તમામ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બ્રિજ પરથી માત્ર લાઇટ મોટર વ્હીકલ અને ઇમરજન્સી હળવા વાહનોને જ અવરજવરની મંજૂરી રહેશે. ભારે વાહનો માટે મરોલી–વેસ્મા રોડ (SH-195) તથા કસ્બાપર–આમરી–ધોળાપીપળા માર્ગ મારફતે નેશનલ હાઇવે-48 પર વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



