GUJARATSINORVADODARA

માંડવા–માલસર રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, એક ફરાર; ₹11,240નો મુદ્દામાલ જપ્ત કર્યો


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર પોલીસે માંડવાથી માલસર તરફ જવાના રસ્તાની બાજુમાં આવેલા ઝાળી-ઝાંખરાના વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર પૈકી ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ ₹11,240નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની ફરિયાદ મુજબ, તા. 11 જુલાઈ 2026ના રોજ બપોરે અંદાજે 2:15થી 2:45 વાગ્યા દરમિયાન બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પત્તાપાનાં વડે હારજીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે અંગજડતી દરમિયાન આરોપીઓ પાસેથી ₹6,390 રોકડા તેમજ દાવ પરના ₹4,850, મળીને કુલ ₹11,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં **નારાયણ કેશુર વાઘરી (શિનોર), ફકીર શંકર વસાવા (માંડવા) અને રામુ મોતી વાઘરી (શિનોર)**નો સમાવેશ થાય છે. ત્રણેયને BNS, 2023ની કલમ 35(3) હેઠળ નોટિસ આપવામાં આવી છે. જ્યારે ફરાર આરોપી **વાસીમખાં ઐયુબખાં સિંધી (રહે. માંડવા)**ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુનાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!