MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ‘કપાસ ક્રાંતિ’ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

 

MORBI:મોરબી જિલ્લામાં ‘કપાસ ક્રાંતિ’ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

 

નવીન પોર્ટલ પર આગામી ૨૪ જુલાઈ સુધી ખેડૂતો અરજી કરી શકશે; કપાસ પાકના નિદર્શન ઘટક હેઠળ આર્થિક સહાય મેળવવાની તક

મોબાઈલ નંબર દ્વારા ફરજિયાત નોંધણી કરાવ્યા બાદ જ અરજી કરી શકાશે; વહીવટી તંત્ર દ્વારા ડ્રો પદ્ધતિથી પારદર્શક રીતે તૈયાર કરાશે અગ્રતા યાદી

મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સરકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નવું આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) કાર્યરત કરવામાં આવ્યું છે. આ અદ્યતન પોર્ટલ પર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી વિભાગની અત્યંત મહત્વાકાંક્ષી એવી ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ (કપાસ ક્રાંતિ) યોજનાના નિદર્શન ઘટક હેઠળ સહાય મેળવવા ઈચ્છતા જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો આગામી તા. ૨૪/૦૭/૨૦૨૬ સુધી (કુલ ૧૪ દિવસ) ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

પોર્ટલ પર અરજી કરતા પૂર્વે ખેડૂતોએ પોતાના ચાલુ મોબાઈલ નંબરની મદદથી પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન (નોંધણી) કરવું ફરજિયાત રહેશે. આ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. અરજીઓ સ્વીકારવાની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, મોરબી જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અરજીઓનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો (લોટરી) કરીને સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી એક અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે અંતર્ગત નિયત થયેલા ભૌતિક લક્ષ્યાંકની મર્યાદામાં જ લાયક ખેડૂતોને પૂર્વ-મંજૂરી આપવામાં આવશે.

આ આકર્ષક યોજનાનો મહત્તમ લાભ લેવા માટે જિલ્લાના તમામ કપાસ ઉત્પાદક ખેડૂત મિત્રોને સમયસર ઓનલાઈન અરજી કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!