MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

 

MORBI:મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

 

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા ૧૧ માસના કરાર માટે ભરતી: ૨૫ જુલાઈ સુધીમાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે

MSW માં લઘુત્તમ ૭૦ ટકા, ૩ વર્ષનો અનુભવ અને ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી ફોર્મ મેળવી શકશે

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા (જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર) ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમયગાળા માટે ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) ની ૧ (એક) જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તરીકે ઉમેદવારે માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) ની ડિગ્રી લઘુત્તમ ૭૦ ટકા સાથે ઉત્તીર્ણ કરેલી હોવી અનિવાર્ય છે. આ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિપ્લોમા તેમજ સરકારી અથવા બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ અગ્રિમતા આપવામાં આવશે. તારીખ ૧૦-૦૬-૨૦૨૬ ની સ્થિતિએ ઉમેદવારની મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નક્કી કરાઈ છે અને પસંદગી પામનારને માસિક એકત્રિત ફિક્સ રૂ. ૨૫,૦૦૦/- (રૂ. ૨૦,૦૦૦/- બેઝિક + રૂ. ૫,૦૦૦/- ભથ્થું) પગાર મળવાપાત્ર થશે.

રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ૧૫-૦૭-૨૦૨૬ થી તારીખ ૨૫-૦૭-૨૦૨૬ સુધીમાં ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમિયાન મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી નિયત ફોર્મ મેળવી લેવાનું રહેશે. તમામ જરૂરી આધાર-પુરાવાઓની

સ્વ-પ્રમાણિત નકલ સાથે સંપૂર્ણ ભરેલું ફોર્મ રૂબરૂ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ખાતે મોકલવાનું રહેશે.

અરજી સ્વીકારવાની આખરી તારીખ ૨૫-૦૭-૨૦૨૬ ના સુધીની રહેશે, ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રખાશે નહીં. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈ-મેઈલ દ્વારા રૂબરૂ ઈન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગેના તમામ આખરી અધિકારો મોરબી કલેક્ટરશ્રી હસ્તક રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!