BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું સફળ આયોજન કરાયું.

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ દહેજના કાર્યકારી આચાર્ય ડૉ. લીનાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ઓરિએન્ટેશન પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. જે બાદ કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું સાથે જ પેહલા વર્ષાના વિધાર્થીઓને ઉત્તરોઉત્તર પ્રગતિ કરવાં શુભકામના પાઠવી હતી.

 

ત્યારબાદ કોલેજનો પરિચય, શૈક્ષણિક માહિતી, વિદ્યાર્થી સહાય સેવાઓ તેમજ સહ-શૈક્ષણિક તકો વિશે કોલેજના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!