SAGBARA

એક મહિનામાં RCC રોડના પોપડા, ચિકદાના મોટી જામની-ખામી જામની માર્ગે ગુણવત્તા સામે આવી,

એક મહિનામાં RCC રોડના પોપડા, ચિકદાના મોટી જામની-ખામી જામની માર્ગે ગુણવત્તા સામે આવી,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં મોટી જામનીથી ખામી જામની તરફ જતો આશરે 70-80 મીટરનો RCC રોડ એક મહિનામાં જ તૂટવા લાગ્યો છે. ગ્રામજનોએ આ રોડના નિર્માણમાં ગંભીર ગેરરીતિ અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે.

 

આ મામલે હાલ ગ્રુપ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળતા સરપંચ ઉત્તમભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આશરે 70થી 80 મીટરનો આ RCC રોડ એક મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો.

 

સેક્શન ઓફિસર ભાવનાબેન ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. જો કોઈ અનિયમિતતા જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

સ્થળ પર કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન રોડની હાલત તકલાદી જોવા મળી હતી. અનેક જગ્યાએ RCC સપાટી ઉખડેલી અને તૂટેલી જોવા મળી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને અને એક બાજુ સળિયા નાખેલા છે અને  બીજીબાજુ સળિયા જ નહીં નાખવામાં આવ્યા અને  વેઠ્યાવાડ કરીને કામગીરી કરવામાં આવી હોવાથી રોડ એક જ મહિનામાં બિસ્માર બન્યો છે.

ગ્રામજનોએ સમગ્ર કામની તકનિકી તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ગુણવત્તાયુક્ત રોડનું પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે.

 

Back to top button
error: Content is protected !!