DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ એસ.ઓ.જી.ની મોટી સફળતા: ગરબાડાના દાદુર ગામેથી દેશી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

તા.૧૪.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એસ.ઓ.જી.ની મોટી સફળતા: ગરબાડાના દાદુર ગામેથી દેશી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

 

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચનાથી, સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા દાહોદ પોલીસ સતર્ક બની છે. જે અંતર્ગત દાહોદ એસ.ઓ.જી. શાખાને મોટી સફળતા મળી છે.બાતમીના આધારે સફળ રેડ એસ.ઓ.જી. પી.આઈ. એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.યુ. જોષી અને ટીમ ગરબાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ મીઠલુભાઈ (બ.નં. ૧૧૩૫)ને ચોક્કસ બાતમી મળી હતી કે દાદુર ચાર રસ્તા ચોકડી પાસે એક શંકાસ્પદ ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ઊભો છે.બાતમીના આધારે પોલીસે વ્યુહાત્મક રીતે રેડ કરીને આરોપી અરવિંદભાઈ ભારતસિંહ પરમાર ઉં.વ. ૪૦, ધંધો: ડ્રાઈવિંગ, રહે. દાદુર, ગાળા ફળિયું, ગરબાડા ને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગઝડતી લેતા તેના કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી.કુલ રૂ.૧૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂ.૧૫,૦૦૦ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૨,૦૦૦ પોલીસે ગેરકાયદેસર હથિયાર કબજે કરી આરોપી વિરૂદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!