BANASKANTHAGUJARATKANKREJ

જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ થરા માં એકજ દિવસે ૭ સફળ પ્રસુતિ કરાઈ…

જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ થરા માં એકજ દિવસે ૭ સફળ પ્રસુતિ કરાઈ...

જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ થરા માં એકજ દિવસે ૭ સફળ પ્રસુતિ કરાઈ…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જે તેની ગુણવત્તા સભર સેવાઓ માટે આખા પંથકમાં જાણતી છે. જેમાં અધિક્ષક ડો.ભરતભાઈ ચૌધરી,ડો.અંસારી, ડો. અશોકભાઈ ગૌસ્વામી તથા તેમની ટીમ ખડે પગે રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે. જેમા કોઈ સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉકટર ન હોવા છતા દર વર્ષે ૨૫૦૦ થી વધારે પ્રસુતિ કરાવવામાં આવે છે.તેમજ ૫૦૦ થી ૬૦૦ સીઝેરીયન ઓપરેશન તેમજ લગભગ ૭૦૦ થી ૯૦૦ મેજર જનરલ સર્જરી થાય છે.અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરીના વડપણ હેઠળ હોસ્પિટલમા ખૂબ જ સુંદર સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની રહી છે.આ અંગે રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અશોકભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ખાનગી દવાખાનામાં ડિલિવરી કરાવવા ના બદલે મફત અને સુરક્ષિત પ્રસુતિના પગલે ગામેગામથી સગર્ભા મહિલાઓને પ્રસૂતિ સુધી મફત સુવિધા આપવામાં આવે છે ત્યારે તેનાથી પ્રેરાઇ ને સોમવારે એકજ દિવસે ૭ સગર્ભા મહિલાઓની મેડિકલ ઓફિસર ની ઉપસ્થિતિમાં સ્ટાફ નર્સ ડિમ્પલ જોશી,હનીબેન નાઈ દ્વારા સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!