AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં કલા મહાકુંભના ફોર્મ તારીખ ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ભરી શકાશે

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, આહવા-ડાંગ દ્વારા સંચાલીત ,કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ યોજાનાર છે. જેમાં ૦૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયજૂથના કલાકારો/સ્પર્ધકો ભાગ લઇ શકશે.

વય જુથમાં ચાર(૪) વિભાગ રહેશે. (૧)૦૬ થી ૧૪ વર્ષ, (૨) ૧૫ થી ૨૦ વર્ષ, (૩) ૨૧ થી ૫૯ વર્ષ, (૪) ૬૦ થી ઉપર સાહિત્ય વિભાગમાં (૧) વક્તૃત્વ, (૨) નિબંધ, (૩)કાવ્ય લેખન, (૪)ગઝલ-શાયરી, (૫) લોકવાર્તા, (૬) દુહા-છંદ-ચોપાઇ, કલા વિભાભમાં (૧) ચિત્રકલા અને (૨) સર્જનાત્મક કારીગરી, નૃત્ય વિભાગમાં (૧) લોકનૃત્ય,  (૨)રાસ, (૩) ગરબા, (૪) ભરતનાટ્યમ, (૫)કથ્થ્ક, (૬)કુચીપુડી, (૭)ઓડીસી, (૮)મોહિનીઅટ્ટમ, ગાયન વિભાગમાં (૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિંદુસ્તાની)સુગમ સંગીત, (૩)લગ્ન ગીત, (૪)સમૂહ ગીત, (૫) લોકગીત/ભજન, વાદન વિભાગમાં (૧) હાર્મોનિયમ, (હળવુ), (૨)તબલા, (૩)ઓરગન, (૪)સ્કૂલ બેન્ડ, (૫)વાંસળી, (૬)સિતાર, (૭)ગીટાર (૮)સરોદ, (૯)સારંગી, (૧૦)પખવાજ, (૧૧)વાયોલીન, (૧૨)મૃદંગમ, (૧૩), રાવણ હથ્થો (૧૪)જોડીયા પાવા, અભિનય વિભાગ, (૧) એક પાત્રીય અભિનય,  (૨) ભવાઇ,

તાલુકા કક્ષા,જિલ્લા કક્ષા,પ્રદેશ કક્ષા તથા રાજ્ય કક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું  ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, આંબાપાડા, મુ-આહવા, જિ-ડાંગ ખાતેથી મેળવી તા.૦૫/૦૮/૨૦૨૬ સુધીમાં કચેરી કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન નિયત નમૂનાનું  ભરેલ ફોર્મ, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ડાંગ ખાતે જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા બાદના તથા અધુરી વિગતો વાળા ફોર્મ સ્વિકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી આહવા-ડાંગ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!