MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):સોશિયલ મીડિયા પર ભડકાઉ કોમેન્ટ કરનાર શખ્સ સામે ગુનો દાખલ

 

MALIYA (Miyana):સોશિયલ મીડિયા પર ભડકાઉ કોમેન્ટ કરનાર શખ્સ સામે ગુનો દાખલ

 

કંડલા ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગેના એક વીડિયો પર ઇન્સ્ટાગ્રામમાં ભડકાઉ અને ઉશ્કેરણીજનક કોમેન્ટ કરી સામાજિક શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરનાર માળિયા મિયાણાના રોહીશાળા ગામના એક શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષકના ઉપપ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લાના કંડલા ખાતે મસ્જિદનું દબાણ દૂર કરવામાં આવ્યું તે સ્થળની મુલાકાતનો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ માળિયા મિયાણાના રોહીશાળા ગામના રહેવાસી ઇમરાનશા અબ્બાસશા શાહમદાર નામના શખ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ઉશ્કેરણીજનક કોમેન્ટ્સ કરી હતી.આરોપીએ કરી હતી આવી કોમેન્ટ્સ:”રેલી કાઢો બધુ ચક્કા જામ ક” ,”પથ્થર મારો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરમાં આવી કોમેન્ટ્સ કરવાને કારણે લોકો વચ્ચે દુશ્મનાવટ અને વિખવાદ ઊભો થાય, લોકોમાં ભયનો માહોલ પેદા થાય તેમજ રાજ્યની શાંતિ વિરુદ્ધ ગુનો કરવા માટે લોકો પ્રેરિત થાય તેવી પૂરેપૂરી સંભાવના હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ હેડ કોન્સ્ટેબલ વાસુદેવભાઈ નારાયણભાઈ સોનગ્રાએ આરોપી ઇમરાનશા શાહમદાર વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!